સરકારી બંગલો ખાલી કર્યા બાદ દિલ્હીથી ઉત્તર પ્રદેશ શિફ્ટ થશે પ્રિયંકા ગાંધી!

સરકારી બંગલો છોડવાના આદેશ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) વાડ્રા હવે દિલ્હીથી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) શિફ્ટ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના કોંગ્રેસી નેતાઓમાં તેને લઈને જોરશોરથી અટકળો થઈ રહી છે. સતત યુપીના મુદ્દાઓ ઉઠાવી રહેલા પ્રિયંકા ગાંધી પાર્ટીના યુપી ઈન્ચાર્જ છે. યુપીમાં કોંગ્રેસના જનાધારને વધારવા માટે તેઓ ફ્રન્ટફૂટ પર રાજનીતિ કરી રહ્યાં છે અને આ જ કારણો છે કે તેઓ યુપી શિફ્ટ થઈ શકે છે. 
સરકારી બંગલો ખાલી કર્યા બાદ દિલ્હીથી ઉત્તર પ્રદેશ શિફ્ટ થશે પ્રિયંકા ગાંધી!

નવી દિલ્હી: સરકારી બંગલો છોડવાના આદેશ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) વાડ્રા હવે દિલ્હીથી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) શિફ્ટ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના કોંગ્રેસી નેતાઓમાં તેને લઈને જોરશોરથી અટકળો થઈ રહી છે. સતત યુપીના મુદ્દાઓ ઉઠાવી રહેલા પ્રિયંકા ગાંધી પાર્ટીના યુપી ઈન્ચાર્જ છે. યુપીમાં કોંગ્રેસના જનાધારને વધારવા માટે તેઓ ફ્રન્ટફૂટ પર રાજનીતિ કરી રહ્યાં છે અને આ જ કારણો છે કે તેઓ યુપી શિફ્ટ થઈ શકે છે. 

લગ્ન બાદ ઈન્દિરા ગાંધી પણ પતિ ફિરોઝ સાથે લખનઉ આવ્યાં હતાં. તેઓ ચારબાગ રેલવે સ્ટેશન પાસે એપી સેન રોડ પર એક બંગલામાં રહેતા હતાં. અહીં લોકડાઉન પહેલાથી કોલ હાઉસનું સમારકામ ચાલુ થઈ ગયું તું. આ ઘર પંડિત નહેરુના બહેનનું છે. 

હકીકતમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને દિલ્હી સ્થિત સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ અપાયો છે. એક મહિનાની અંદર એટલે કે 1 ઓગસ્ટ સુધીમાં પ્રિયંકા ગાંધીએ લોધી રોડ સ્થિત સરકારી બંગલા નંબર 35ને ખાલી કરવો પડશે. પ્રિયંકા ગાંધી પર બંગાલાનું 3 લાખ 46 હજાર રૂપિયા ભાડું બાકી છે. એસપીજી સુરક્ષા નહીં હોવાના કારણે આ સરકારી બંગલામાં તેઓ નિયમ મુજબ રહી શકે નહીં. 

જુઓ LIVE TV

પ્રિયંકા ગાંધીને સરકારી આદેશ મુજબ એક ઓગસ્ટ પહેલા સરકારી બંગલો ખાલી કરવો પડશે. એક સત્તાવાર રિલીઝમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધીને દિલ્હીના લોધી રોડ પર બંગલો ખાલી કરવાની જાણકારી અપાઈ છે. હાલ તેમની પાસે એસપીજી સુરક્ષા નથી. પ્રિયંકા ગાંધીને કહેવાયું છે કે જો તેઓ એક મહિનામાં સરકારી બંગલો ખાલી ન કરે તો તેમણે દંડ ભરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news